![]() |
| માં સરસ્વતી દેવીને વંદન |
નમસ્કાર...
સમસ્ત તેલાવીપુરા ગ્રામજનો તથા વિધાર્થી દોસ્તો,
હાલ વિશ્વભરમાં નોવેલ કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે તેવા લોકડાઉનનાં સમયમાં આપ સર્વે તેલાવીપુરા ગ્રામજનો તથા વડીલ ભાઈઓ તથા બહેનો અને નાના નાના વિધાર્થી દોસ્તો આપ આ બાબતે સાવચેતી રાખશો અને સુરક્ષિત રહેશો તેવી તેલાવીપુરા સ્ટાફ વતી શુભકામના.
આપણી શાળાના બ્લોગના માધ્યમથી આપના બાળકોએ કરેલ ગતવર્ષની કેટલીક શાળામાં કરાવેલ સહઅભ્યાસિક શૈક્ષણિક પ્રવૃતિ આપ ઘરે બેઠા બેઠા નિહાળી શકો અને આપના બાળકોને પ્રોત્સાહન મળતું રહે તે આસયથી આજના ટેકનોલોજી માધ્યમથી એ તમામ બાબત આપ સુધી પહોચાડવાનો એક નાનકડો પ્રયાસ કરેલ છે. જે આપ નિહાળશો.
આભાર
તેલાવીપુરા પરિવાર.
➽ બાળસાંસદ વિશે....
ભારત એ લોકશાહી દેશ છે. લોકશાહી એટલે શું ? એ સમજવા માટે શાળામાં એક નવતર પ્રવૃતિ કરવામાં આવી. જે અન્વયે શાળામાં એક ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. આ ચૂંટણી આજના ટેકનોલોજી યુગમાં મોલાઇલને EVM મશીન બનવામાં આવ્યું. બાળકોને ખૂબ જ મજા પડી અને પોતે પોતાનો વોટ ક્યા આપ્યો છે ? તે જ સમયે જાણતા થયા. એકંદરે ખૂબ જ મજા આવી. આ પ્રવૃતિ દ્વારા બાળકોને લોકશાહી વિશે સરળતાથી સમજ આપવાનો પ્રયાસ ખૂબ સફળ રહ્યો.
➽ બાળ સાસંદની યાદી...![]() |
| બાળસાસંદની યાદી-મોબાઈલ EVM મશીન તરીકે.. |
આ બાબત કાલ્પનિક હોય તે માટે આપણે કલ્પના કરવી પડતી હોય છે તે હેતુથી શાળા દ્વારા એક નવતર વિચાર આવ્યો કે ચાલોને આ સકલ્પનાની બાળકોને પ્રાયોગિક રીતે સમજાવીએ તો બાળક આ બાબત વિષે સહજ રીતે સમજવાનો પ્રયાસ કરશે અને મજા પણ આવશે તે માટે એક પ્રવૃતિ કરવામાં આવી જેનું નામ છે લાકડીનાં પડછાયાનું સમયાંતરે માપન કરવું. બાળકોએ જુદા જુદા સમયમાં લાકડીના પડછાયાનું માપન કર્યું તો લાકડીનાં પડાછયાની લંબાઈ અલગ અલગ સમયમાં જુદું જુદું આવ્યું. જેથી એક વાત સ્પષ્ટ થાય છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. આમ બાળકોને આ પ્રાયોગિક કારી દ્વારા આ બાબતને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને બાળકોને ખૂબ મજા આવી અને ચોક્કસ માપન કરતાં થયા.
➽ પ્રવૃતિ-: પ્રાચીન નગરો અને તેની સમાજ વ્યવસ્થા વિશે...
ભારતમાં ઘણા પ્રાચીન નગરો અને સિંધુખીણની સંસ્કૃતિ ધારવતા નગરો આવેલ હતા. જેમાના મોંહે-જો-દરો, લોથલ ,રંગપુર ,ધોળાવીરા વગેરે પહેલા અસ્ત્તિવ ધરાવતા હતા પરંતુ કુદરતી હોનારત જેવી કે ભૂકપ, પૂર, ત્સુનામી, વાવાઝોડું વગેરે થવાના કારણે વર્ષો જે વર્ષો જતાં કુદરતી હોનારત થવાના કારણે લુપ્ત થઈ ગયા અને આપણાં પુરોતત્વવિદો દ્વારા તેની શોધી કાઢવામાં આવ્યા છે. તો ચાલો તે સમયની તેની સમાજ વ્યવસ્થા, મકાનની રચના ,રોડ -રસ્તા અને ગટર વ્યવસ્થાને સમજવવા બાળકોને એક જવાબદારી સોપવામાં આવી અને બાળકોએ એક સુંદર મજાનું મોંહે -જો-દરોની નગર રચનાનું મોડેલ વેસ્ટ મટિરિયલ્સનો ઉપયોગ કરી બનાવ્યું જે આપ નીચે ફોટા સ્વરૂપે જોઈ શકો છો.
➽ પ્રવૃતિ-: નકશા વાચન...
બાળકો આપનુ ગામ ,તાલુકો ,જિલ્લો ,રાજય ,દેશ અને ખંડ દુનિયામાં કયા સ્થાન ધરાવે છે તથા અક્ષાશ અને રેખાંશ એટલે શું ? વગેરે જેવી કેટલીક ભૌગોલિક બાબતો સમજવનો પ્રયાસ આ પ્રવૃતિ દ્વારા કરી રહ્યા છે. શાળામાં બાળક જાતે શિખતો થાય તેવા અમારા પ્રયાસરૂપે એક નાનકડી પ્રવૃતિ કરવામાં આવી જેથી બાળકો ઝીણવટ ભર્યું નિરક્ષણ કરતાં થાય અને તેમની કલ્પના શક્તિ ,અવલોકન શક્તિ અને યાદ શક્તિ વિકસે તે હેતુસર આ પ્રવૃતિનું આયોજન કયું. જે આપ ફોટા સ્વરૂપે જોઈ શકો છો.
➽ પ્રવૃતિ-: ...ઇતિહાસ જનવાના સ્ત્રોત અને ભીમબેટકા ગુફા વિશે....
આદિમાનવ વિશે બાળકોને તેમના જીવન ધોરણ ,રહેઠાણ , તેમની વિવિધ પ્રવૃતિ વગેરેની સમજ આપવા બાળકોને એક કામ પ્રવૃતિ સ્વરૂપે સોપવામાં આવ્યું.બાળકોએ ખૂબ ઉત્સાહથી આ કામ પૂર્ણ કરેલ જેની એક ઝલક...
➽ પ્રવૃતિ-:જીવન કૌશલ્ય બાળમેળો...
બાળકોની પાસે કૌશલ્ય કે કુશળતા કુદરત દ્વારા મળેલ ભેટ જ હોય છે, પરંતુ તેના માટે જો બાળકોને તક આપવામાં આવે તો તે પોતાની શક્તિ બહાર લાવી શકે અને ઉત્તમ કાર્ય કરી શકે છે. જેમકે કોઈને સારું ચિત્ર બનાવતા આવડતું હોય તો કોઈને સારું માટીકામ,કોઈને વિધાર્થીને સારી રમત રમતા આવડતી હોય તો કોઈને સારું સંગીતનાં સાધનો સારા વગાડતા હોય તો કોઈને સારું ગાતા આવડતું હોય. આમ બાળકો વિવિધ કૌશલ્યનું જ્ઞાન તેમને વારશામાં મળેલ હોય છે પરંતુ આવી શાળામાં વિવધ કૌશલ્યલક્ષી કાર્ય સોપવામાં આવે ત્યારે બાળકની શક્તિ ખીલી ઊઠે છે. તે સમાજમાં સારો કુશળ વ્યક્તિ તરીકે બહાર આવી શકે છે. જરૂર છે માત્ર એક તકની જે શાળા થકી પૂરી પાડવામાં આવે છે.
![]() |
| સાબુથી હાથ કેવી રીતે ધોવા.. |
➽ પ્રવૃતિ-: શૈક્ષણિક સાધન નિર્માણ / પ્રોજેકટ કાર્ય...
બાળકોને તમામ વિષયો અનુરૂપ વિવિધ એકમો સરળતાથી શીખવવા માટે એક પ્રયુક્તિનો વિચાર કરવામાં આવ્યો અને બાળકોને તે કામ સોપી વિવિધ શૈક્ષણિક સાધન સામગ્રી બનવામાં આવી. જે સામગ્રી દ્વારા બાળકો ફ્રી સમયમાં પણ આપમેળે શિક્ષણ મેળવી શકે અને તૈયાર કરી. આ પ્રવૃતિનો મુખ્ય હેતુ એ હતો કે બાળકો જાતે વિવિધ તૈયાર કરતાં થાય.

➽ પ્રવૃતિ-:તાલુકા કક્ષાએ આપણી શાળાનું બહુમાન / વિજ્ઞાન દિવસની ઉજવણી....
પહેલાતો આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આપણી શાળા વર્ષ 2019/20 માં યોજાયેલ તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી આપણી શાળાનું તથા ગામનું નામ રોશન કર્યું હતું . જે આપના સૌ માટે ગૌરવની વાત કહેવાય છે. જેના પ્રેરક શાળાના આચાર્ય સાહેબ રમણભાઈ તથા માર્ગદર્શક મહેશકુમાર પ્રજાપતિ સાહેબ તથા બાળક વૈજ્ઞાનિક તર્રીકે ધોરણ-8ના બાળકો વાઘેલા મેહુલ,ચૌહાણ ઇન્દ્રજીતસિંહ તથા ચૌહાણ મિતેષસિંહ રહેલ.અગાઉ પણ વર્ષ-2015/16ના વર્ષમાં આપણને અમદાવાદ જીલ્લા કક્ષાએ ગણિત-વિજ્ઞાન શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ. જે આપના માટે ગૌરવની વાત કહેવાય છે.
પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજી યુગ ગણાય છે . જેમાં આખું વિશ્વ ખૂબ આગળ વધી રહ્યું છે. પહેલાના સમયમાં એક જગ્યાથી બીજી જગ્યા જવું હોય તો ચાલીને જવું પડતું પરંતુ જયારે આજના સમયમાં ટેક્નોલૉજીએ વિશ્વને ખૂબ એકબીજાની ખૂબ જ નજદીક લાવી દીધું છે અને જોડી દીધું છે.
આપના બાળકોમાં પણ આવી ટેક્નોલૉજીના જ્ઞાનમાં વધે અને નવીન બાબતથી બાળકો વાકેફ થાય અને તેમને નવું નવું વિચારતા કરવાના હેતુસર શાળામાં આવી નવીન પ્રવૃતિનું યોજવામાં આવે છે. જેની એક ઝલક...
➽ પ્રવૃતિ-:: ઉત્સવ ઉજવણી...
આપણો દેશ ઉત્સવ પ્રિય દેશ છે. આપણા દેશમાં,ગામમાં તથા શાળા કક્ષાએ પણ વિવિધ ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવાય છે. જેમાના એક પર્વની ઉજવણી આપણી શાળામાં કરવામાં આવી હતી તે છે "ગુરુ પૂર્ણિમાં".....

"गुरु देवो भव, आचर्य देवो भव, माता -पिता देवो भव, अतिथि देवो भव "
➽ પ્રવૃત્તિ-: પ્રવાસ / પર્યટન
બાળકોને વર્ષમાં એક વાર શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. જેથી બાળકો બાહ્ય વાતાવરણ , પરિસ્થિતિ અને તે સ્થળની ભૌગોલિક ,સાંસ્કૃતિક , રીતિરિવાજ વગેરે જેવી બાબતોથી પરિચિત થાય તે હેતુસર શાળામાંથી તેનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે બાળકોમાં નેતાગીરીનો ગુણ પણ વિકસે છે.
આભાર
તેલાવીપુરા શાળા
તા-:જોટાણા,જિ-:મહેસાણા

No comments:
Post a Comment