વ્હાલા મિત્રો,
GIET પ્રસ્તુત કરી રહ્યું છે એક નવી શ્રેણી : એક વાર્તા કહું ?
15 મી નવેમ્બર એટલે કે ગિજુભાઈ ના જન્મદિવસને બાલવાર્તા દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને આ વર્ષ બાલવાર્તા વર્ષ તરીકે.
વાર્તા એટલે બાળકોને માટે ખજાનો.. વાર્તા એટલે બાળકોની પોતાની દુનિયા.. વાર્તા એટલે શિક્ષણ નું શ્રેષ્ઠ માધ્યમ.. વાર્તા એટલે માણસજાતની સૌથી અનોખી આવડત.. વાર્તા એટલે બાળકોને જકડી રાખનારી સુંવાળી સાંકળ.. વાર્તા એટલે બસ વાર્તા.. એમાં વાઘનું પેટ ફૂટે અને ભટુડીનાં બચ્ચાં બહાર નીકળે.. એમાં મૂરખ કાગડાની પૂરી પડી જાય.. એમાં લુચ્ચું શિયાળ કાયમ લુચ્ચાઈ કરે.. એમાં રાજા આવે,પરીઓ આવે અને પેલો માથે શિંગડાવાળો રાક્ષસ પણ આવે.. વાર્તા કયારેક હસાવે,ક્યારેક રડાવે,ક્યારેક શીખવાડે..
તો ચાલો, એક વાર્તા કહું ?
👉 હંસ કોનો ?
👉 રાજમાતા મીનળદેવી
👉 સમજુ વહુ
આપનો
પી.એ.જલુ
#બાલવાર્તા
#BALVARTA
#GIET
#VIDYADARSHAN