નમસ્કાર ,
આપ સૌને શિક્ષક દિનની શુભેચ્છા..
આજ રોજ 5 મી સપ્ટેમ્બર 2021 નાં રોજ "મહેસાણા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ" વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલ , ગુજરાત રાજ્ય ગાંધીનગર , સાસંદ સભ્ય શારદાબેન પટેલ , રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોર અન્ય મહેમાનશ્રીની હાજરીમાં મહેસાણા જિલ્લાના શિક્ષક દંપતિ ગુર્જર હેમંતકુમાર ચીમનલાલ ,આચાર્ય તેલાવીપુરા ,તા. જોટાણા અને પ્રજ્ઞાબેન ભુદરભાઈ સોલંકી , ઉપશિક્ષક ,ગમાનપુરા પ્રાથમિક શાળા, તા.જિ. મહેસાણાને એવોર્ડ , પ્રમાણપત્ર તથા શાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તે બદલ અમો ગુજરાત સરકાર , શિક્ષણ વિભાગ -ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા પંચાયતનો હદયપૂર્વક આભાર વ્યકત કરીએ છીએ...
કાર્યક્રમની ઝલક નિહાળશો....
માનનીય વિજાપુર ધારાસભ્યશ્રી રમણભાઈ પટેલનાં વરદ હસ્તે સન્માન..