![]() |
| | । सा विद्या या विमुक्तेये । । |
આજ રોજ 66માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌને અમારી શાળા પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છીએ...
ગુજરાત રાજયના હ્દય સમાન એવા અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાની તેલાવીપુરા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે...આજે અમને ગર્વ થાય છે કે પ્રજાસત્તાક દિને અમે અમારી શાળાનો બ્લોગ લોંચ કરી રહ્યા છીએ... અમે નવાનદીસર પ્રા. શાળાનાં બ્લોગથી ખૂબ જ પ્રભાવિત થયા હતાં અને અમને પણ ઇચ્છા થઇ કે ચાલોને આપણે પણ આવું કઇંક બનાવીએ....સાથે સાથે ટીમ નવાનદીસર શાળાનો બ્લોગ અમારા માટે આઇડલ સમાન બની રહેશે...તેઓની પૂરી ટીમનો અમે આભાર માનીએ છીએ...
આપ અમારા ઉત્સાહમાં વધારો કરશો એવી અમને ચોક્કસ આશા છે...અને અમે આપના માર્ગદર્શનની રાહ જોઇશું...આ બ્લોગ બનાવવાનો મુખ્ય હેતું એ છે કે અમારી શાળામાં થતી તમામ શિક્ષણ પ્રક્રિયાથી આપ સૌ વાકેફ થાવ અને આપશ્રી અમારા માર્ગદર્શક બની શકો....
ચાલો હવે...
આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો ? તે ફ્કત શિક્ષિત બને તેવું કે તે સમાજ ઉપયોગી બને તેવું ?
અમે તમારો જવાબ જાણીએ છીએ....કારણ કે દરેક વાલીની ઇચ્છા એ છે કે પોતાનું બાળક શિક્ષત બને સાથે સાથે સમાજ ઉપયોગી, જીવનલક્ષી મૂલ્યો તથા જીવન ઘડતરના ગુણોનું પણ તેનામાં સિંચન થાય....તથા પોતે શિક્ષિત થઇ પગભર બને......અમે અમારી શાળામાં બાળકોના સર્વાગી વિકાસ માટે શાળામાં વિવિધ સહભ્યાસિક પ્રવ્રુતિઓ તેમજ અમે કરેલ પ્રવ્રુતિની સમજ આપવાનો આ એક નાનકડો પ્રયાસ આ બ્લોગના માધ્યમથી પૂરો પાડીશુ...આ બ્લોગ થકી આપશ્રી જેવા શિક્ષણના ચહેતા પાસેથી બાળાકોના યોગ્ય વિકાસ અર્થે અમને યોગ્ય માર્ગદર્શન , અમારામાં રહેલ ખામીઓ ,સૂચનો મેળવવાનું માધ્યમ રહેશે....આપ હાલ અમારા વિઝીટર નહિ...પરંતું અમારા બ્લોગના એક પથદર્શક હશો....ઓબ્ઝરવર હશો , અમારી શાળાના વાલી પણ હશો જ....આપશ્રી થોડીવાર બાળકોના વાલી બની અમે કરેલ વિવિધ સહભ્યાસિક પ્રવ્રુતિ અંગે અમને માર્ગદર્શન પૂરં પાડી અમે કરેલ કાર્યમાં ઉત્સાહમાં વધારો કરશો...તેવી અમને ચોક્ક્સ આશા...
અમારું ઇ-મેઇલ આઇ ડી આપના માર્ગદર્શનની રાહ જોઇ રહ્યું છે....
CONTACT US ON
httelavipuradetroj@gmail.com

3 comments:
આપની શાળાના નવીન બ્લોગ નિર્માણ અને શુભ શરૂઆત પ્રસંગે ખરા હ્રદયથી શુભકામનાઓ પાઠવું છું. અને આશા રાખું કે આ બ્લોગ વતી શિક્ષણના અવનવા સોપાનો સર કરો. આવા ઉમદા કાર્યમાં હું થોડોક પણ સહભાગી થાઉં તો એને મારુ સદનસીબ સમજીશ. ફરી એકવાર ખૂબ ખૂબ શૂભકામનાઓ. જય હો.........
We are with you.
It's our pleasure if we will be useful to you at anywhere.
THANKS A LOT NIMESHBHAI..
Post a Comment