બાળમેળો શા માટે ?
\- વિધાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય....
- વિધાર્થીઓના જ્ઞાનની ક્ષીતિજો વિસ્તરે......
- શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવ્રુતિઓમાં રૂચિ કેળવે તે હેતુથી શાળામાં અવનવા નવતર પ્રયોગો વિકસાવી શકાય.
- વિધાર્થીઓ વચ્ચે સામાજિકતાનો વિકાસ થાય.
- ઘરે કે શાળામાં પડતી મુશ્કેલીઓ કે સમસ્યાઓ દૂર થાય તે માટે તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટેનું આ એક પ્લેટ ફોર્મ કહેવાય...(વેસ્ટ માંથી બેસ્ટ બનાવાવું )
- વિધાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી શકાય....
![]() |
| અભિનય ગીત |
![]() |
| વકતવ્ય- મહાત્મા ગાંધીજી વિશે.... |
પ્રથમ વિભાગ:- (ધોરણ - 1થી 5 ના બાળકોની પ્રવ્રુતિ)
આ વિભાગમાં વિવધ સર્જનાત્મક પ્રવ્રુતિ રાખવામાં આવેલ હતી..જેમ કે રંગપૂરણી , ચિત્રકામ , છાપકામ,વન મિનિટ શો , ફુલ સુશોભન સ્પ્રર્ધા , કાગળકામ જેમાં બાળકોએ ખૂબ જા ઉત્સાહ પૂર્વક ,રસપૂર્વક ભાગ લીધો હતો..જે ને કેમેરામાં કેદ કરી લેવામાં આવેલ હતાં...આ બાલમેળામાં અમારા સી.આર.સી.કો.સાહેબશ્રી અમરતભાઇ દેસાઇ આવ્યા હતાં જેઓ આ આયોજન તથા બાળકોની પ્રવ્રુતિથી ખૂબ જ પ્રભાવિત થયાં....અને સૌને અભિનંદન પાઠવ્યા હતાં...જે નીચે ફોટોગ્રાફસમાં જોઇ શકાય છે...
![]() |
| કાગળકામ |
![]() |
| ચિત્રકામ |
ફુલ સુશોભન
સી.આર.સી.કો.સાહેબશ્રી અમરતભાઇ
ફુલ સુશોભન
બાળ ફિલ્મ નિહાળતા બાળકો
![]() |
| ચિટકકામ |
![]() |
| રંગોળી કામ |
![]() |
| વન મિનિટ ગેમ- સ્ટ્રોની મદદથી વધુમાં વધુ મમરા ઉપાડવા.. |
![]() |
| શિક્ષકોએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. |
![]() |
| લીબું ચમચી |
![]() |
| 30-સેકંડમાં વધુમાં વધુ બિસ્કિટ ખાવા.. |
બીજા વિભાગ-: (ધોરણ- 6 થી 8):- જીવન કૌશલ્ય અંતર્ગત પ્રવ્રુતિઓ
આ વિભાગમાં બાળકોને જીવનમાં ઉપયોગી થાય અને બાળકો આપ મેળે , સરળ રીતે, રોંજીદા જીવનમાંઉપયોગી બની શકે તે હેતુથી વિવિધ પ્રવ્રુતિઓ કરાવવામાં આવી જેવી કે...
- ફ્યુઝ બાંધવાની પ્રવ્રુતિ
- સાઇકલ પંચર બનાવવું
- વર્ગ શણગારવો
- કાગળમાંથી વિવિધ નમૂના બનાવવા
- મહેંદી સ્પર્ધા
- ફુલ સુશોભન
- લીંબુ ચમચી સ્પર્ધા
- ગેમ-( વન મિનિટ શો) વગેરે જેવી પ્રવ્રુતિઓ કરાવી હતી જેમા બાળકો ખૂબ જ ઉત્સાહી બન્યા હતાં. જેની એક ઝલક....
![]() |
| ફુલ સુશોભન |
મહેંદી સ્પર્ધા કાગળકામ
મહેંદી સ્પર્ધા
મહેંદી મૂકયા બાદ આનંદ વ્યકત કરતાં બાળકો..
સાઇકલ પંચર બનાવતા બાળકો
કરેલ કાર્ય પ્રદર્શિત કરતાં બાળકો
![]() |
| લીંબુ ચમચીની રમત માટે તૈયાર |
વિરામ સમય :- વિરમ સમયમાં બાળકો સ્વાદિષ્ટ સેવઉસળનો અલ્પાહાર લેતા જણાય છે...જેને કેમેરામાં કેદ કરી લેવામા આવેલ.....

![]() |
| મજા - આનંદની સાથે જમતાં બાળકો |
પ્રદર્શન-: દરેક બાળકો જિજ્ઞાનાવ્રુતિ ધરાવતાં હોય છે...અને તેઓ વિચારતા હોય છે કે......
મારો મિત્ર કેવું ચિત્ર બનાવતો હશે ?
મારી બહેનપણીએ કેવી મહેંદીની ડિઝાઇન બનાવી હશે ?
વગેરે જેવી બાબતો આ મેળા દરમિયાન બાળકોના મનમાં ઉધ્ભવતી હોય છે ....સૌના ચિંતન , મનનનો એક રસ્તો નીકળે કે બાળકોએ બનાવેલ વસ્તુંઓનું પ્રદર્શન......બાળમેળાના અંતે બાળકો દ્વારા બનાવેલ વિવિધ નમૂના એક નાનકડું પ્રદર્શન રાખ્યું સાથી સાથે શાળાની લાયબ્રેરીમાં રહેલ વિવિધ પુસ્તકોનું પણ પ્રદર્શન રાખ્યું અને બાળકો ગણિત - વિજ્ઞાનના સાધનોથી માહિતગાર તથા પરિચિત થાય તે હેતુથી વિવિધ સાધનો મોડેલોનું પણ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું તેની એક ઝલક.....
![]() |
| ગણિત- વિજ્ઞાનનાં વિવિધ સાધનોનું પ્રદર્શન |
માર્ગદર્શન માટે તત્પર રહેતા બાળકો







































No comments:
Post a Comment