નમસ્કાર સૌને , રથયાત્રાના પાવન દિવસે 1 જુલાઇ 2022 શુક્રવારના રોજ સમસ્ત તેલાવીપુરા ગ્રામજનોના સાથ સહકાર થકી નવીન શાળાના ઉદ્ઘાટન સમારહોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાની તમામ બાલિકા દ્વારા જ નવીન શાળાનું ઉદ્ઘાટન અને શાળા પ્રવેશ કરવામાં આવ્યો. તેલાવીપુરા ગામની પ્રગતિ થાય , ગામના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરે તેવા શુભ ભાવ સાથે શાળાના આચાર્યશ્રી ગુર્જર હેમંતકુમાર સી. અને તેમના પરિવારના સભ્યો દ્વારા 'સત્યનારાયણ ભગવાનની કથા'નું સુંદર આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો વડીલ ગણ , વિદ્યાર્થીઓ મિત્રો , માતાઓ અને બહેનોએ ખૂબ જ સાથ સહકાર આપી કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
👉કાર્યક્રમની રૂપરેખા..
👉 શાળાના નવીન પરિસરમાં 'સત્યનારાયણ કથા'.
👉ગામની સમસ્ત દીકરીઓ દ્વારા 'જવેરાની શોભાયાત્રા'.
👉શાળાની ધોરણ 1 ની બાલિકાઓ દ્વારા 'નવીન ઓરડાનું ઉદ્ઘાટન અને સમારંભ'.
👉તેલાવીપુરા પ્રાથમિક શાળામાં પોતાની ફરજ અદા કરેલ શિક્ષકોનું સન્માન.
👉પધારેલ મહેમાનોનું સ્વાગત.
👉સ્વરૂચિ ભોજન પ્રસાદ.
👉આભાર દર્શન
👉ફોટોગ્રાફ્સ દ્વારા કાર્યક્રમની ઝલક..
No comments:
Post a Comment