Monday, 15 August 2022

વાલી સંમેલન 15 મી ઓગસ્ટ 2022

                આજરોજ તેલાવીપુરા પ્રાથમિક શાળામાં હર્ષ અને ઉલ્લાસ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ બાદ એક વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું...જેમાં શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિ , ભૌતિક , શિક્ષણના નૂતન પ્રવાહ , SMC ની ફરજો , શાળાનો SDP પ્લાન ,બેઝલાઈન એસેસમેન્ટ,ગુણોત્સવ 2.0 , નિપૂર્ણ ભારત અભિયાન અંતર્ગત પાયાગત શિક્ષણ , સમગ્ર શિક્ષાની કાર્ય પધ્ધતિ , જ્ઞાન કુંજ પ્રોજેક્ટ , કન્યા શિક્ષણ , ગુણવત્તા લક્ષી શિક્ષણ , વાલી તરીકેની ફરજો , વિદ્યાર્થીઓની નિયમિતતા, સ્કૂલ ઓફ એકસલન્સ પ્રોજેકટ વગેરે જેવા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે..









સ્વતંત્રતા દિવસની ઉજવણી 2022

આપણા દેશને આઝાદી મળે 75 વર્ષ પૂર્ણ થાય તેના માનમાં દેશભરમાં ' આઝાદીનો અમૃત મહોત્સવ ' કાર્યક્રમની હર્ષ અને ઉલ્લસભેર ઉજવણી થઇ રહી છે. આજના દિવસે 76 માં સ્વતંત્રતા પર્વની આપણી તેલાવીપુરા પ્રા.શાળામાં આનંદ અને ઉલ્લાસ સાથે  ઉજવણી કરવામાં આવી.

















Sunday, 14 August 2022

શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ..

           આજે 21 મી સદીએ ટેકનોલોજીનો યુગ ગણાય છે. ટેકનોલોજીથી કોઈપણ વિષયની સંકલ્પના કે ખ્યાલ ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કરેલ છે. 

વીડિયો નિહાળવા અહિ ક્લિક કરો : CLICK HERE





સામાજિક વિજ્ઞાન પ્રવૃત્તિ : ધોરણ 6

બાળકો પ્રવૃત્તિ દ્વારા કોઇપણ વિષય સરળતાથી સમજી શકે છે. તે હેતુથી શાળાના ધોરણ 6 ના વિદ્યાર્થીઓને વિવિધ એકમ આધારિત પ્રવૃત્તિ દ્વારા સમજ આપવાનો પ્રયાસ કરવામાં આવેલ છે...















                                                

Saturday, 13 August 2022

'હર ઘર તિરંગા કાર્યક્રમ - આઝાદી અમૃત મહોત્સવ '

           આપણા ભારતની આઝાદીના 75 વર્ષ અનુંસંધાને દેશભરમાં 'આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ પૂર્વક ઉજવી રહ્યા છીએ ત્યારે આપણી શાળામાં પણ આ કાર્યક્રમ અન્વયે ' હર ઘર તિરંગા ' કાર્યક્રમની ઉજવણી ખૂબ ઉલ્લાસ પૂર્વક કરવા આવી...